સુરતના તાપી નદી પરનો કોઝવે આખરે 144 દિવસ બાદ ખુલ્લો
ચોમાસામાં પાણીની સપાટી વધતા બંધ કરાયેલ કોઝવે ખુલ્યો
વાહન-વ્યવહાર ચાલુ થતા રાંદેર અને કતારગામના લોકોને રાહત
સુરતના તાપી નદી પરનો કોઝવે આખરે 144 દિવસ બાદ ખુલ્લો મુકાયો છે. ચોમાસામાં પાણીની સપાટી વધતા બંધ કરાયેલો કોઝવે પર વાહન-વ્યવહાર ચાલુ થતા રાંદેર અને કતારગામના લોકોને રાહત થઈ છે.
આ વર્ષે ઉપરવાસમાં સતત વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના લઈને સુરતનો એકમાત્ર કોઝવે છેલ્લા 144 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ હતો. હાલ કોઝવે ખાતે તાપી નદીને સપાટી ભયજનક 6 મીટરથી નીચે જતા કોઝવેને વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો છે. આજે શુક્રવાર 21મી નવેમ્બરના રોજ કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા રાંદેર અને કતારગામના લોકોને એક થી દોઢ કિલો મીટરનો ફેરાવો લેવામાંથી રાહત મળી છે.

