ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ સુરતનું તંત્ર નિંદ્રામાં
હજીરા હાઈવે પર ઓએનજીસી સર્કલ બ્રિજ પર ગાબડા
બ્રિજ પર ગાબડાં પડતા સળિયા દેખાવા લાગ્યા
આ બ્રિજ 7 મહિના પેહલા જ રીપેર કરવામાં આવ્યું હતું
વડોદરાના ગંભીરા બ્રિજ ની દુર્ઘટના બાદ પણ સુરતમાં તંત્ર ઉંઘતુ હોય તેમ હજીરા હાઈવે પર આવેલ ઓએનજીસી સર્કલ બ્રિજ પર ગાબડા જોવા મળતા ગાબડા પુરવાની કામગીરી શરૂ કરાય છે.
વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બન્યા બાદ પણ સુરત તંત્ર ગંભીર ન હોય તેમ હજીરા હાઇવે પર આવેલા ઓએનજીસી સર્કલ બ્રિજ પર ગાબડાં જોવા મળ્યા છે. એટલા મોટા ગાબડાં પડી ગયા કે બ્રિજની અંદરના સળિયા પણ દેખાતા થઇ ગયા છે. અત્યારે રોડનો કેટલોક ભાગ તોડી રીપેરીંગ કરવામાં આવી રહ્યો છે. તો આ બ્રિજ પર મોટા ભાગે ભારે વાહનો પસાર થઇ રહ્યા છે. અને ઘટનાને લઇ હાઈવે ઓથેરિટી તંત્ર દોડતું થયું છે. ત્યારે બ્રિજ પર પડેલા ગાબડાં પુરવાનું શરુ કરવામાં આવ્યું છે. અને આ બ્રિજ 7 મહિના પેહલા જ રીપેર કરવામાં આવ્યો છે.

