સુરતની એસઓજી અને કતારગામ પોલીસની ટીમને સફળતા મળી
આધેડને હનિટ્રેપમાં ફસાવી બળાત્કારના ગુના દાખલ કરાવવાની ધમકી
20 લાખની ખંડણી માંગનાર મશરૂ ગેંગ અને મહિલા ઝડપાઇ
સુરતની એસઓજી અને કતારગામ પોલીસની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં આધેડને હનિટ્રેપમાં ફસાવી, બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી 20 લાખની ખંડણી માંગનાર મશરૂ ગેંગના મશરૂ બંધુઓ સહીત એક મહિલાને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતએ હાલમાં સુરત શહેરમાં હનિટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી, તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી, ખંડણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘરાણી કરતી ટોળકી સક્રિય થયેલ હોય, જેથી આવી ટોળકીનો ભોગ બનેલા નાગરીકોને પોલીસ સમક્ષ આવી, ફરીયાદ કરવા અપીલ કરી હતી અને આવા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા, સુરત શહેર એસ.ઓ.જીને સુચના આપી હતી તે સુચના અન્વયે એસઓજીની નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેક્ટરોની સુચના મુજબ એસ.ઓ.જી અને કતારગામ પોલીસની ટીમે ગત 16 જુલાઈના રોજ કતારગામમાં હિરાના કારખાનામાં કામ કરતા એક આધેડને હનીટ્રેપમાં ફસાવી તેઓ પાસેથી 20 લાખની ખંડણીની માંગણી કરાઈ હોવાની માહિતી મળતા એસઓજી અને કતારગામ પોલીસની ટીમે સાથે મળી તપાસ હાથ ધરી
આધેડને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનાગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકી આપી 20 લાખ માંગનાર મશરૂ ગેંગના મશરૂ બંધુઓ જેમાં અમિત ઉર્ફે ભરત મનસુખ મસરૂ ઠક્કર તથા સુમીત મનસુખ મસરૂ ઠક્કર અને મહિલા અસ્મીતા ઉર્ફે પુજા બાલુ ભરડવા પ્રજાપતિની દિકરી તથાસ ચીન હર્ષદ ઠક્કરની પત્નિને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

