સુરતના સ્કેટિંગ રિંગ દયનીય હાલતમાં
સ્થાનિક લોકોએ સ્કેટિંગ રિંગ શરૂ કરવાની માંગ કરી
સ્કેટિંગ રિંગ 2019માં કોરોનામાં બંદ કરવામાં આવી હતી
સુરતના મેયરના મત વિસ્તારમાં આવેલ સ્કેટિંગ રિંગ કોરોના સમયે બંધ થયા બાદ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યુ છે.
સુરતના મેયર દક્ષેશ માવાણીના મતવિસ્તારની સ્કેટિંગ રિંગ દયનીય હાલતમાં હોય તેમ લાગી રહ્યુ છે. 2019માં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોનો અડો બની ગઈ છે. 2005માં સુરતના મેયર સ્નેહલતાબેન દ્વારા આ સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું. તો 2019થી સ્કેટિંગ રિંગ બંધ થતા સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાય છે જેને લઈ લાખો રૂપિયાનો સ્કેટિંગનો સામાન પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો છે. કતારગામ પોલીસ સ્ટેશન થી પાંચ મીટરના અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગમાં રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી થતી હોવાનું પણ સામે આવ્યું છે. સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી છે. ઉપરાંત અસામાજિક તત્વો સ્કેટીંગરિંગનો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યુ છે. હાલ આ બાબતે મનપાના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી તો લોકોની માંગણી છે કે આ સ્કેટિંગ રિંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે. જો કે મનપાના શાસકોને શા માટે આ સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં રસ નથી તે નથી સમજાતું તેમ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતાં.

