સુરતની સલાબતપુરા પોલીસે બે ગેરકાયદે ચાલતા કતલખાના પકડ્યા
10 ભેંસ સાથે એક પાડાને મુક્ત કરાવ્યા
17 આરોપીઓની ધરપકડ કરી
સુરતની સલાબતપુરા પોલીસે ભાઠેના રઝા નગર ખાતે દરોડા પાડી બે ગેરકાયદે ચાલતા કતલખાના પકડી 10 ભેંસ સાથે એક પાડાને મુક્ત કરાવ્યા હતાં. તો 17 આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ પર સલાબતપુરા પોલીસે દરોડા પાડ્યા હતં. સલાબતપુરા પોલીસે ભાઠેના રઝા નગર ખાતે રેડ કરી હતી. અને બે ગેરકાયદેસર ચાલતા કતલખાના પકડી પાડ્યા હતાં. જ્યાંથી પોલીસે 10 ભેંસ અને એક 1 પાડાને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતાં. તો પોલીસે સ્થળ પરથી 17 આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

