Site icon hindtv.in

સુરતની સચીન પોલીસે મહિલાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી

સુરતની સચીન પોલીસે મહિલાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી
Spread the love

સુરતની સચીન પોલીસે મહિલાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી
ઓપરેશન મુસ્કાન હેઠળ ગુમ થયેલી મહિલાને શોધી

સુરતની સચીન પોલીસે ઓપરેશન મુસ્કાન હેઠળ ગુમ થયેલી મહિલાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એનપી વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક યુવતિ પોતાના ઘરેથી ઘરકામ અંગે ઠપકો મળતા ક્યાંક જતી રહી હોવાની માહિતી મળતા જ સચીન પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં એએસઆઈ ચંન્દ્રવીરસિંહ અને અહેકો મનસુખભાઈએ ત્વરિત સીસીટીવી સહિતની તપાસ કરી ઘરેથી નિકળી ગયેલી યુવતિને સચીન સ્ટેશન ખાતેથી કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. જેને લઈ પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version