Site icon hindtv.in

સુરતની સચીન પોલીસે દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપ્યા

સુરતની સચીન પોલીસે દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપ્યા
Spread the love

સુરતની સચીન પોલીસે દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપ્યા
યાર્નની આડમાં ટેમ્પામાં દારૂની હેરાફેરી કરનાર ઝડપ્યા
દારૂ મળી 11 લાખ 89 હજારથી વધુની મત્તા કબ્જે કરી

સુરતની સચીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે યાર્નની આડમાં ટેમ્પામાં દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા આગામી સમયમાં આવનાર ચુંટણીને ધ્યાને લઈ શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ ઈન્ચાર્જ પીઆઈ કેએ ચૌહાણની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો નરેન્દ્રસિંહ સોલંકી અને નારણભાઈ રબારીને મળેલી બાતમીના આધારે લાજપોર ચાર રસ્તા પાસેથી પસાર થતા આઈસર ટેમ્પોને આંતર્યો હતો અને ઝડતી લેતા ટેમ્પામાં યાર્નની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો, યાર્નનો જથ્થો, મોબાઈલ અને આઈસર ટેમ્પો મળી 11 લાખ 89 હજારથી વધુની મત્તા કબ્જે કરી સુમીતસિંગ રાજપુત અને બાબુલાલ યાદવની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version