સુરતની રાંદેર પોલીસે હાઈબ્રીડ ગાંજા સાથે આરોપી ઝડપ્યો
ગાંજા સાથે જનક ભટ્ટ નામના યુવાનને ઝડપી પાડ્યો
સુરતની રાંદેર પોલીસે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કે ડીવીઝનની સુચનાને લઈ રાંદેર પીઆઈ આરજે ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડકોન્સ્ટેબલ રમેશ અને કનકને મળેલી બાતમીના આધારે પાલનપુર પાટીયા પાસેથી ચારવાક જનક ભટ્ટ નામના યુવાનને ઝડપી પાડી તેની પાસેથી હાઈબ્રીડ 6 લાખ 77 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે રી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

