Site icon hindtv.in

સુરતની રાંદેર પોલીસે દારૂનો વેપલો કરતા વેપારીને પકડ્યો

સુરતની રાંદેર પોલીસે દારૂનો વેપલો કરતા વેપારીને પકડ્યો
Spread the love

સુરતની રાંદેર પોલીસે દારૂનો વેપલો કરતા વેપારીને પકડ્યો
કાપડ વેપારીને ધંધામાં નુકશાન જતા દારૂનો વેપલો શરુ કર્યો
ગૌરવ મંદાનાને ઝડપી દોઢ લાખથી વધુની મત્તા કબ્જે કરી

સુરતની રાંદેર પોલીસે કાપડ વેપારીને ધંધામાં નુકશાન જતા દારૂનો વેપલો કરતા ઝડપી પાડી દોઢ લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ આરજે ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ બીજી વસાવાની ટીમના અહેકો રમેશ અને રહીશને મળેલી બાતમીના આધારે રાંદેર મોરાભાગળ પાસે આવેલ વીર સાવરકર હાઈટ્સ કોલક એચ માંથી ગૌરવ અમરલાલ મંદાના ને ઝડપી પાડી તેની પાસેથી આશરે 1 લાખ 50 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી પુછપરછ કરતા આરોપી ગૌરવ મંદાના અગાઉ કાપડનો ધંધો કરતો હતો અને તમાં નુકશાન જતા નફો કમાવવા વિદેશી દારૂનો વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી

Exit mobile version