Site icon hindtv.in

સુરતની પુણા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

સુરતની પુણા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
Spread the love

સુરતની પુણા પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
પોલીસે આરોપીઓ પાસેથી ૪ કિલો ગાંજો ઝડપી પાડ્યો

સુરતની પુણા પોલીસે ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૪ કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પુણા પોલીસે બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પુણા પોલીસે જણાવ્યું હતું કે ,પુણા પોલીસની ટીમને બાતમી મળી હતી કે બે ઈસમો પુણાગામ લેન્ડમાર્ક પાસે જાહેર રોડ ઉપર ગાંજાનો જથ્થો લઈને આવવાના છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળા ઈસમો દેખાતા તેમને રોકી તલાસી લેવામાં આવી હતી. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસને ૪ કિલો ગાંજો મળી આવ્યો હતો જેથી કિંમત ૪૦ હજાર જેટલી થાય છે. પોલીસે ભગવાન પાઈગ્રા મેહેણા અને સનીયા દુખા સ્વાઈનનને ઝડપી પાડ્યા છે. પકડાયેલ બન્ને ઈસમો મૂળ ઓરિસ્સાના ગંજામ જીલ્લાના છે. હાલ આરોપીઓ આ ગાંજાનો જત્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Exit mobile version