Site icon hindtv.in

સુરતની પુણા પોલીસે મોબાઈલ ચોરને પકડયા

સુરતની પુણા પોલીસે મોબાઈલ ચોરને પકડયા
Spread the love

સુરતની પુણા પોલીસે મોબાઈલ ચોરને પકડયા
મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં રાત્રિ દરમિયાન સુતેલા મજૂરો પાસેથી ચોરી
આરોપીને 36000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતના પુણા પોલીસે મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં રાત્રિ દરમિયાન સુતેલા મજૂરોના મોબાઈલ તથા રોકડા રૂપિયા ચોરી લેતા આરોપીને 36000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પૂણા પોલીસે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં મોબાઈલ ચોરી તથા રોકડ ચોરીના બનાવો સામે આવ્યા હતા જેને પગલે પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક આરોપી ચોરીના મોબાઇલ ફોન સાથે ફરી રહ્યો છે જેથી પોલીસે તપાસ કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના ચાર મોબાઇલ ફોન મળી આવ્યા હતા અને રોકડા રૂપિયા 9,000 મળ્યા હતા પોલીસે 36000 નો મુદ્દા માલ કબજે કરી આરોપી સાહિલ ઉર્ફે નન્નો હનીફભાઈ કળદરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં બે ગુના દાખલ થયા છે.

 

Exit mobile version