સુરતની પાંડેસરા પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો
ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન યુવાનને ઝડપી પાડ્યો
કરણ ઉર્ફે કરન રાજુભાઈ તીરમલેને ઝડપી પાડ્યો
સુરતની પાંડેસરા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન યુવાનને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર નીદી ઠાકુર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ કેડી જાડેજાની ટીમ પીએસઆઈ કેજે વસાવા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો અજીતસિંહ અને મહિપાલભાઈને મળેલી બાતમીના આધારે વડોદ ગોકુલધામ આવાસ બિલ્ડીંગમાંથી મુળ મહારાષ્ટ્રના કરણ ઉર્ફે કરન રાજુભાઈ તીરમલેને ઝડપી પાડી તેની પાસેથી 47 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

