સુરતની મહિધરપુરા પોલીસે ડ્રગ્સ કબ્જે કર્યો
દિલ્હીગેટથી સબરસ ગરનાળા જતા રોડ પરથી બેને ઝડપી પાડ્યા
એજાજ અંસારી અને સોફિયાન શેખને ઝડપી પાડ્યો
સુરતની મહિધરપુરા પોલીસે બાતમીના આધારે દિલ્હીગેટથી સબરસ ગરનાળા જતા રોડ પરથી મોપેડ સવાર બેને ઝડપી પાડી તેઓ પાસેથી ડ્રગ્સ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર મીણા અને નાયબ પોલીસ કમિશનર તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની સુચનાને લઈ પીએસઆઈ જેબી પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ધર્મેશકુમાર અને અહેકો વિક્રમસિંહને મળેલી બાતમીના આધારે દિલ્હીગેટથી સબરસ ગરનાળા જતા રોડ પરથી મોપેડ પર સવાર એજાજ અંસારી અને સોફિયાન શેખને ઝડપી પાડી તે પાસેથી ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ તથા મોપેડ કબ્જે લઈ બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

