Site icon hindtv.in

સુરતની મહિધરપુરા પોલીસ એક પરિવાર માટે દેવદુત બન્યું

સુરતની મહિધરપુરા પોલીસ એક પરિવાર માટે દેવદુત બન્યું
Spread the love

સુરતની મહિધરપુરા પોલીસ એક પરિવાર માટે દેવદુત બન્યું
સાત મહિનાથી ગુમ થયેલા એક યુવાનને પોલીસે શોધી કાઢ્યું
પરિવારે પોલીસની કામગીરીની પ્રસંશા કરી હતી

 

સુરતની મહિધરપુરા પોલીસ એક પરિવાર માટે દેવદુત બની છે. સાત મહિનાથી ગુમ થયેલા એક યુવાનને મુંબઈથી મહિધરપુરા પોલીસે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ મથકમાં જ પરિવારની આંખોમાં હર્ષના આસુ જોવા મળ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી પિનાકીન પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝન આર.આર. આહીર દ્વારા ગુમ થનાર બાળકો અને ઈસમોને શોધી કાઢવા તેમ જ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવા સુચના અપાઈ હોય જે અનુસંધાને મહિધરપુરા પોલીસ મથકના પી.આઈ. એચ.એમ. ચૌહાણ તથા સેકન્ડ પી.આઈ. યુ.જે. જોષીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમના પી.એસ.આઈ. એચ.આર. ચૌધરી તથા સાયબર સેલના પ્રોબેશનલ એ.એસ.આઈ. વિજય ઘેલાભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન પિયુષભાઈનાઓની મદદ મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. કિરણસિંહ ગોરધનભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ દિલીપસિંહએ સુરતમાંથી સાત મહિના અગાઉ ગુમ થયેલા યુવાનને મુંબઈ ખાતેથી શોધી કાઢ્યો હતો અને સુરત લાવી તેના પરિવાર સાથે તેનો મિલન કરાવતા પોલીસ મથકમાં જ પરિવાર ના મિલનના દ્રશ્યો સર્જાયા હતાં. અને પરિવારે પોલીસની કામગીરીની પ્રસંશા કરી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version