Site icon hindtv.in

સુરતની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

સુરતની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ
Spread the love

સુરતની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ
શહેરમાં ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દારૂના અડ્ડા પર દરોડા ‪
સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના અડ્ડા પર દરોડો પાડી 15 ઇસમોને દબોચ્યા

લાલગેટ પોલીસ મથકની હદમાં વરીયાવી બજાર ધાસ્તીપુરા ખાતે ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી બુટલેગર સહિત 15ને ઝડપી પાડ્યા હતાં. જ્યારે મુખ્ય બુટલેગરો ભાગી છુટ્યા હતાં.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકની હદમાં વરીયાવી બજાર પાલીયા ગ્રાઉન્ડ પાસે આવેલ ધાસ્તી પુરામાં ચાલતા બાબા જાફર પઠાણના દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા ત્યારે ત્યાંથી અડ્ડો સંભાળનારાઓ સહિત 15 ઝડપાયા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી અલ્તાફ સેલોત, સોનુ કહાર, વિકાસ મીશ્રા, ગૌરાન ઢોલરીયા, હર્ષ પટેલ, સાગર ઝરીવાલા, જયદીપ આંબલીયા, પરેશ પરમાર, પ્રિન્સ શ્રીવાસ્તવ, ફિરોજ સિદીકી, મોહસીન શેખ, ફરમાન શેખ, રિહાન શેખ, આમીર ખાન પઠાણ અને વિશાલ નાયકાને ઝડપી પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, સોડા બોટલ, પોપકોર્ન મોબાઈલ, અને એક વ્હીકલ મળી 5 લાખ 27 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version