સુરતની લિંબાયત પોલીસે દેશી બનાવટની પિસ્તોલ ઝડપી
દેશી બનાવટની ટ્રિગરવાળી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ પકડાયા
મુજફર રઝા ઉર્ફે અજ્જુ રસીદ શેખને ઝડપી પાડ્યો
સુરતની લિંબાયત પોલીસે લિંબાયત વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની ટ્રિગરવાળી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મયુરસિંહ અને અપોકો ક્રિપાલસિંહને મળેલી બાતમીના આધારે લિંબાયત ખાતે જ રહેતા મુજફર રઝા ઉર્ફે અજ્જુ રસીદ શેખને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટની ટ્રીગરવાળી પિસ્ટલ તથા જીવતા કારતુસ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

