સુરતની અગ્રણી 360-ડિગ્રી ક્રિએટિવ એડવર્ટાઈઝિંગ અને બ્રાન્ડિંગ એજન્સી
અલૌકિક ગ્રુપ દ્વારા એક ખાસ સેલિબ્રિટી કોલેબરેશનની જાહેરાત
જાણીતી સેલિબ્રિટીઝ સાથે મોટા બ્રાન્ડ કેમ્પેઇન સફળતા
સુરતની અગ્રણી 360-ડિગ્રી ક્રિએટિવ એડવર્ટાઈઝિંગ અને બ્રાન્ડિંગ એજન્સી અલૌકિક ગ્રુપ દ્વારા એક ખાસ સેલિબ્રિટી કોલેબરેશનની જાહેરાત કરવામાં આવી છે. એલિરા જ્વેલ્સ માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શાઈનીંગ સ્ટાર જાનકી બોડીવાલાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સહયોગ સાથે એલિરા જ્વેલ્સ હવે મોર્ડન લક્ઝરી જ્વેલરી માર્કેટમાં વધુ મજબૂત ઓળખ ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે.
અલૌકિક ગ્રુપના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ આ સેલિબ્રિટી એસોસિએશનનો હેતુ યુવા અને મોર્ડન ગ્રાહકો વચ્ચે એલિરા જ્વેલ્સની બ્રાન્ડ વિઝિબિલિટી વધારવાનો છે. વધતા સ્ટારડમ, યુવાનો સાથેના જોડાણ અને આકર્ષક પબ્લિક ઈમેજ માટે જાણીતી જાનકી બોડીવાલાને “#THEELIRAGIRL” તરીકે રજૂ કરવામાં આવી છે.નવી કેમ્પેઇન “સ્ટીલ ધ સ્પોટલાઇટ” દ્વારા બ્રાન્ડને વધુ યુવા, ટ્રેન્ડી અને સંબંધિત અભિવ્યક્તિ આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પેઇનની કલ્પના, સ્ટ્રેટેજી, ક્રિએટિવ ડિઝાઇન, ફિલ્મ પ્રોડક્શન અને બ્રાન્ડ કોમ્યુનિકેશનનું કામ અલૌકિક ગ્રુપ દ્વારા સંભાળવામાં આવ્યું છે.
અમે માનીએ છીએ કે સેલિબ્રિટી પાર્ટનરશીપ ત્યારે જ સફળ બને છે જ્યારે તે બ્રાન્ડની વિચારસરણી સાથે કુદરતી રીતે જોડાય. જાનકી બોડીવાલા આજની યુવા પેઢીની મોર્ડન લક્ઝરી સેન્સિબિલિટીનું પ્રતિબિંબ છે અને આ સહયોગ એલિરા જ્વેલ્સને નવી ઊંચાઈ આપશે.”આ અભિયાન ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, આઉટડોર મીડિયા, એડ ફિલ્મો, પ્રિન્ટ અને પીઆર સહિતના વિવિધ માધ્યમોમાં ચલાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, અલૌકિક ગ્રુપ અગાઉ પણ શાહરૂખ ખાન, આમિર ખાન, હૃતિક રોશન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને પ્રતિક ગાંધી જેવી જાણીતી સેલિબ્રિટીઝ સાથે મોટા બ્રાન્ડ કેમ્પેઇન સફળતાપૂર્વક કરી ચૂકી છે.

