સુરતની એલસીબી ઝોન 6 અને સચીન જીઆઈડીસી પોલીસની કાર્યવાહી
આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને સાત મહિને ઝડપી પાડ્યો
વોન્ટેડ અજયસિંગ ઉર્ફે સુદામ રામજસસીંગ પટેલ કુર્મીને ઝડપ્યો
સુરતની એલસીબી ઝોન 6 અને સચીન જીઆઈડીસી પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને સાત મહિને ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 6ની ટીમના પીએસઆઈ પીઆર સંગાડાની ટીમના અહેકો દિપકુમાર અને અહેકો ભગવાન તથા અનંત અને પરસોત્તમને મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં 70 મુજબના વોરંટના આરોપી એવા સાત મહિનાથી વોન્ટેડ અજયસિંગ ઉર્ફે સુદામ રામજસસીંગ પટેલ કુર્મીને ઝડપી પાડી તેનો કબ્જો સચીન જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો.

