Site icon hindtv.in

સુરતની એલસીબી શાખા ઝોન એકની ટીમેં ફરાર આરોપીને પકડી પાડ્યો

સુરતની એલસીબી શાખા ઝોન એકની ટીમેં ફરાર આરોપીને પકડી પાડ્યો
Spread the love

સુરતની એલસીબી શાખા ઝોન એકની ટીમેં ફરાર આરોપીને પકડી પાડ્યો
આરોપી ઠગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા
પોલીસે બનવારીલાલ ગોવર્ધનભાઈ શૈનીને ઝડપી પાડ્યો

કાપોદ્રા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા રીઢા ઠગને એલસીબી શાખા ઝોન એકની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પિનાકીન પરમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓ શોધવા સુચના અને માર્ગદર્શન આપ્યુ હોય જેના અનુસંધાને એલસીબી શાખા ઝોન વનની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ રાજેન્દ્રભાઈ દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા 16 લાખ 89 હજારથી વધુના ઠગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા મુળ રાજસ્થાનના અજમેરનો વતની અને હાલ ગોડાદરા ખાતે આસપાસ મંદિર પાસે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા બનવારીલાલ ગોવર્ધનભાઈ શૈનીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version