સુરતની લાલગેટ પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
આરોપી શફી ઉર્ફે શેરા અખ્તર અંસારીને ઝડપી પાડ્યો
સુરતની લાલગેટ પોલીસે હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છુટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતની લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટના હોડી બંગલા પાસે મક્કા પેલેસ નજીક રાત્રીના સમયે અલ્તમસ અન્સારીની ચપ્પુના ઘા મારી સંબંધી મામા સફી ઉર્ફે શેરા અન્સારીએ ઘાત્કી હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચજે સોલંકીની ટીમ પીએસઆઈ એસએ અસારીના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા આરોપી શફી ઉર્ફે શેરા અખ્તર અંસારીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

