Site icon hindtv.in

સુરતના કોસાડ વિસ્તારની સંબંધો ને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો,

સુરતના કોસાડ વિસ્તારની સંબંધો ને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો,
Spread the love

સુરતના કોસાડ વિસ્તારની સંબંધો ને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો,
નાની ના માનેલા ભાઈઓ 12 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું,
એકલતાનો લાભ લઈ નરાધમ રબીઉલ મઝત શેખે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ,
પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલ જતા ગર્ભ હોવાનું સામે આવ્યું,

સુરતના કોસાડ વિસ્તારમાં માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 12 વર્ષીય સગીરા પર તેના જ નાનીના માનેલા ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી રબીઉલ મઝત શેખે બાળકીની એકલતાનો લાભ ઉઠાવી આ નરાધમ કૃત્ય અંજામ આપ્યું હતું.

મળતી માહિતી અનુસાર બે મહિના પૂર્વે સગીરા ઉંદર મારવાની દવા લેવા પોતાના પરિચિત રબીઉલના ઘરે ગઈ હતી. તે સમયે રબીઉલે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ તે સમયે બહાર આવી નહોતી, પણ થોડા દિવસ પહેલા બાળકીના પેટમાં દુખાવો શરૂ થતાં તેને તબીબી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનો ખુલાસો થયો. જ્યારે સગીરાને નરમાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સમગ્ર ઘટના જણાવતાં રબીઉલનું નામ બહાર આવ્યું. ઘટનાથી સનસનાટી ફેલાઈ હતી અને સગીરાના પરિવારજનો દ્વારા રબીઉલ મઝત શેખ સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે મામલે પોલીસે ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપી રબીઉલ મઝત શેખને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીની પુછપરછ ચાલી રહી છે અને તેને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

Exit mobile version