સુરતની ખટોદરા પોલીસે દારૂ સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
સત્યનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા
બુટલેગરો મિતેશ મનિરામ તિવારી અને અરવિંદ કુમારચંદ્ર શાહની ધરપકડ
સુરતની ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લાખોનો દારૂ સગેવગે થાય તે પહેલા જ સત્યનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડી બેને ઝડપી પાડી દારૂ સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર નિધી ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર દેસાઈ ની સુચનાને લઈ પીઆઈ એનવી ભરવાડની ટીમ પીએસઆઈ આરજી રાઓલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રામશીભાઈ અને અહેકો વાઘાભાઈ તથા અપોકો રાજેશભાઈને મળેલી બાતમીના આધારે સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર-45 સામે દરોડો પાડી અશોક લેલેન્ડ ટેમ્પો અને ફોર વ્હીલર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે મિતેશ તિવારી અને અરવિંદ શાહની ધરપકડ કરી હતી. પોલીસે 4.48 લાખથી વધુનો દારૂનો જથ્થો તથા ટેમ્પો અને કાર તથા મોબાઈલ મળી 10 લાખ 40 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરો મિતેશ મનિરામ તિવારી અને અરવિંદ કુમારચંદ્ર શાહની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

