સુરતની ખટોદરા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
મુકેશકુમાર રામજીયાવન ચૌધરીને ઝડપી પાડ્યો
મહાલક્ષ્મી ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી માંથી પાડ્યો
સુરતની ખટોદરા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ખટોદરા રાયકા સર્કલ પાસે મહાલક્ષ્મી ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર નિધી ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર ઝેડઆર દેસાઈની સુચનાને લઈ પીઆઈ એનવી ભરવાડની ટીમ પીએસઆઈ આરજી રાઓલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ચેતનભાઈ તથા એલઆર હાર્દિપભાઈને મળેલી બાતમીના આધારે ખટોદરા રાયકા સર્કલ પાસે આવેલ મહાલક્ષ્મી ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં દરોડા પાડી ખાતા નંબર 90 ની ગલીમાંથી મુળ યુપીનો અને હાલ ઉધના ભિડભંજન ખાતે રહેતા મુકેશકુમાર રામજીયાવન ચૌધરીને ઝડપી પાડી તેની પાસેથી ગાંજો, મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી.

