સુરતની કાપોદ્રા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો
નાના વરાછા ઢાળ વિસ્તારમાં આવેલી બે ટ્રાવેલ્સ ઓફિસોમાં ચોરી
ચોરીમાં વપરાયેલ કાર-મોપેડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતની કાપોદ્રા પોલીસે નાના વરાછા ઢાળ વિસ્તારમાં આવેલી બે ટ્રાવેલ્સ ઓફિસોમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં વપરાયેલ કાર-મોપેડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલ નાના વરાછા ઢાળ વિસ્તારની કામધેનું ટ્રાવેલ્સ અને રચના રામદેવ ટ્રાવેલ્સ ઓફિસમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ કાપોદ્રા પોલીસે ઉકેલી કાઢ્યો છે. કાપોદ્રા પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીમાં વપરાયેલ કાર, મોપેડ સહિત 5.45 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ કાપોદ્રા પોલીસે આરોપીઓ અન્ય કોઈ ઘરફોડ ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે.

