Site icon hindtv.in

સુરતની ઓળખ સમા હિરા ઉદ્યોગ પર ફરી મંદીનુ ગ્રહણ

સુરતની ઓળખ સમા હિરા ઉદ્યોગ પર ફરી મંદીનુ ગ્રહણ
Spread the love

સુરતની ઓળખ સમા હિરા ઉદ્યોગ પર ફરી મંદીનુ ગ્રહણ
રત્નકલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગ

સુરતની ઓળખ સમા હિરા ઉદ્યોગ પર ફરી મંદીનુ ગ્રહણ લાગશે તેમ લાગી રહ્યુ છે. ત્યારે રત્નકલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગ કરાઈ હતી.

વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની અસર વર્તાઈ છે. વૈશ્વિક માંગ ઘટવાને કારણે નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લેબ-ગ્રોન ડાયમંડ નેચરલ હીરા કરતાં 70 ટકાથી 80 ટકા ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો લેબગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે. અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં મંદીના કારણે તેમજ નેચરલ ડાયમંડની માંગ ઘટવાથી સ્ટોકમાં વધારો થયો છે. ઊંચા ભાવે રફની ખરીદી કરનાર અને હવે તૈયાર હીરાના ઓછા ભાવ મેળવનાર ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિ છે.

ડી-બિયર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસરૂપે રફ હીરાના ભાવમાં 10 ટકા થી 15 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો, જે નુકસાન વધારી રહ્યો છે. સુરતની અનેક મોટી ફેક્ટરીઓ હવે નેચરલની સાથે-સાથે લેબ-ગ્રોન ડાયમંડ પર પણ કામ કરવા તરફ વળી છે. કોવિડ પછી ગ્રાહકોએ હીરા જેવી લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવાને બદલે પ્રવાસ અને અન્ય અનુભવો પર ખર્ચ વધાર્યો છે. ત્યારે વેપારીઓ હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે જેથી નાની સાઇઝના હીરા પર કામ કરતા કારીગરોની કામગીરી અને રોજગાર પર પણ આ ભાવ ઘટાડાની સીધી અસર પડવાની શક્યતા છે.

Exit mobile version