Site icon hindtv.in

સુરતની ઈચ્છાપોર પોલીસે ગાંજા સાથે પંજાબી યુવાનને ઝડપ્યો

સુરતની ઈચ્છાપોર પોલીસે  ગાંજા સાથે પંજાબી યુવાનને ઝડપ્યો
Spread the love

સુરતની ઈચ્છાપોર પોલીસે ગાંજા સાથે પંજાબી યુવાનને ઝડપ્યો
આરોપી હરચરણ સીંઘ રાઘબીરસીંઘને ઝડપી પાડ્યો
માદક પ્રદાર્થ કબ્જે લઈ પરિક્ષણ માટે એફએસએલમાં મોકલ્યો

સુરતની ઈચ્છાપોર પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે એક પંજાબી યુવાનને ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, દ્વારા નાર્કોટીક્સની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ પીઆી એસી ગોહીલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મુળ પંજાબના તરંગતાર ગુરૂદ્વારાનો અને હાલ મોરાગામ ખાતે રહેતા હરચરણ સીંઘ રાઘબીરસીંઘને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એનડીપીએસ ડ્રગ્સ માદક પ્રદાર્થ કબ્જે લઈ પરિક્ષણ માટે એફએસએલમાં મોકલ્યો હતો. જે રિપોર્ટ આવ્યા બાદ ડ્રગ્સની કિંમત નક્કી કરાશે તેમ પોલીસે જણાવ્યુ હતું.

Exit mobile version