Site icon hindtv.in

સુરતના હિન્દુ મિલન મંદિરે ગણેશ ઉત્સવને લઈ નિર્ણય

સુરતના હિન્દુ મિલન મંદિરે ગણેશ ઉત્સવને લઈ નિર્ણય
Spread the love

સુરતના હિન્દુ મિલન મંદિરે ગણેશ ઉત્સવને લઈ નિર્ણય
દર વર્ષે માટીની નવી પ્રતિમાની જગ્યાએ એક જ ધાતુની ગણેશ પ્રતિમા
ર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ પહેલ હવે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર

સુરતના હિન્દુ મિલન મંદિરે ગણેશ ઉત્સવને લઈને ઐતિહાસિક નિર્ણય કર્યો હોય તેમ હવે દર વર્ષે માટીની નવી પ્રતિમાની જગ્યાએ એક જ ધાતુની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી પૂજા કરવામાં આવશે. તો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ પહેલ હવે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

ગણેશ વિસર્જન દરમિયાન નદી અને જળાશયોમાં થતા પ્રદૂષણને ઘટાડવાના હેતુથી સુરતના હિન્દુ મિલન મંદિરે અનોખી પહેલ કરી છે. હવે દર વર્ષે નવી માટીની પ્રતિમા બનાવવાને બદલે કાયમી ધાતુની શ્રીગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને એ જ પ્રતિમાની પૂજા-અર્ચના થશે. આ નિર્ણય માત્ર ધાર્મિક પરંપરાને જાળવી રાખવાનો નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પણ છે. મંદિર ટ્રસ્ટનું માનવું છે કે ભક્તિ અને પ્રકૃતિનું સંરક્ષણ બંને સાથે શક્ય છે. આ પહેલ દ્વારા અન્ય ગણેશ મંડળો અને ભક્તોને પણ પર્યાવરણમૈત્રી ગણેશોત્સવ ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

Exit mobile version