Site icon hindtv.in

સુરતની ગીતાંજલિ સ્કૂલ સનફ્લાવર અંગ્રેજી સ્કૂલનું પરિણામ 96.45 ટકા

સુરતની ગીતાંજલિ સ્કૂલ સનફ્લાવર અંગ્રેજી સ્કૂલનું પરિણામ 96.45 ટકા
Spread the love

સુરતની ગીતાંજલિ સ્કૂલ સનફ્લાવર અંગ્રેજી સ્કૂલનું પરિણામ 96.45 ટકા
ગુજરાત બોર્ડનું ધોરણ 12 નું પરિણામ જાહેર
6 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અને 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત ફેબ્રુઆરી – માર્ચમાં લેવાયેલ H.S.C. ૨૦૨૫ ની પરીક્ષાનું જાહેર થયેલ પરિણામમાં સુરતની ગીતાંજલિ સ્કૂલ સનફ્લાવર અંગ્રેજી સ્કૂલનું પરિણામ 96.45 ટકા રહ્યું છે. જેમાં 06 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને અનેરી સિદ્ધિ અપાવી છે.

ધોરણ 12 ના પરિણામમાં ગીતાંજલિ સ્કૂલ સનફ્લાવર અંગ્રેજી સ્કૂલનું પરિણામ 96.45 % આવતા તમામ વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું હોવાથી શાળાના ટ્રસ્ટીગણ, M.D. દીપક ભડીયાદરા અને ગીરીશ ખોયાણી, આચાર્ય પરાગભાઈ વાગડીયા અને અમિતભાઈ વર્મા તથા તમામ શિક્ષકમિત્રોએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

આ પરીક્ષામાં ચૌધરી વિમલા કાનારામ ૭૦૦ માંથી ૬૬૨ ગુણ મેળવી ૯૯.૮૮ પી.આર. સાથે ગીતાંજલિ સ્કૂલમાં A1 ગ્રેડ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, પ્રજાપતિ માહિકા કાલુરામ ૭૦૦ માંથી ૬૪૯ ગુણ મેળવી ૯૯.૫૫ પી.આર. સાથે A1 ગ્રેડ મેળવી દ્વિતીય ક્રમાંક તથા ઉથડ બસંતી મંગુસિંહ તથા અર્પિતાકુંવર શ્રી વિક્રમસિંહ ૭૦૦ માંથી ૬૪૮ ગુણ મેળવી ૯૯.૫૨ પી.આર. સાથે A1 ગ્રેડ મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

 

Exit mobile version