Site icon hindtv.in

સુરતની ડિંડોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે ને ઝડપ્યા

સુરતની ડિંડોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે ને ઝડપ્યા
Spread the love

સુરતની ડિંડોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે ને ઝડપ્યા
મોબીન શાહ ફકીર અને સીકંદર શેખને ઝડપ્યા
1 લાખ 29 હજારથી વધુની મત્તા કબ્જે કરી

સુરતની ડિંડોલી પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત બાતમીના આધારે એમડી ડ્રગ્સ સાથે બે ને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સુચનાને લઈ પીઆઈ આરજે ચુડાસમાની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી હતી ત્યારે અપોકો અનિલ ને મળેલી બાતમીના આધારે ડિંડોલી સાંઈ પોઈન્ટથી સીઆર પાટીલ બ્રિજ તરફ જતા રોડ પરથી મોબીન શાહ ફકીર અને સીકંદર શેખને રીક્ષા સાથે ઝડપી પાડી તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો, રીક્ષા, મોબાઈલ અને રોકડ મળી 1 લાખ 29 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version