સુરતની ડિંડોલી પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો
વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો
બુટલેગર અરવિંદ રામેશ્વર ગુપ્તાને ઝડપી પાડ્યો
સુરતની ડિંડોલી પોલીસે વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ એક તરફ નો દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ડીંડોલી રામીપાર્ક સોસાયટીના પાર્કિંગમાંથી વિદેશી દારૂના 1 લાખથી ધુના જથ્થા સાથે બુટલેગર અરવિંદ રામેશ્વર ગુપ્તાને ઝડપી પાડી દારૂનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

