Site icon hindtv.in

સુરતની ડિંડોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

સુરતની ડિંડોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
Spread the love

સુરતની ડિંડોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
રિક્ષા, મોબાઈલ સહિત 2 લાખ 3 હજારથી વધુની મત્તા કબ્જે
દિપુ છત્રપાલ સોનકરને ઝડપી પાડયો

સુરત પોલીસ હવે એનડીપીએસના ગુનાઓ શોધી કાઢી આ બદીને જડ મુળથી નેસ્ત નાબુદ કરવા મેદાને આવી ગઈ છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલા દ્વારા એનડીપીએસના કેસો શોધી કાઢવા બનાવાયેલી ખાસ ટીમના અનાર્મ લોક રક્ષક દિપકુમારને મળેલી બાતમીના આધારે ડિંડોલી સાંઈ પોઈન્ટ ચાર રસ્તાથી સી.આર. પાટીલ બ્રિજ જતા રસ્તા પરથી રીક્ષામાં ગાંજાનો જથ્થો લઈ જતા દિપુ છત્રપાલ સોનકરને ઝડપી પાડી ગાંજાનો જથ્થો, રિક્ષા, મોબાઈલ સહિત 2 લાખ 3 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version