સુરતની ડીંડોલી પોલીસે આઇટી એક્ટના આરોપીને ઝડપી પાડ્યો
મહિલાને ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ વીડિયો મોકલી ધમકી આપી
બદનામ કરવાની ધમકી આપનાર આરોપી લાંબા સમયથી ફરાર હતો
ડીંડોલી પોલીસે ઉત્તર પ્રદેશના મથુરાથી આરોપીને ઝડપી પાડ્યો
સુરતની ડીંડોલી પોલીસે આઈટી એક્ટમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. મહિલાને ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ વીડિયો મોકલી બદનામ કરવાની ધમકી આપનાર નાસતો ફરતો આરોપી ઉત્તર પ્રદેશના મથુરાથી ડિંડોલી પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
ડિંડોલી વિસ્તારમાં રહેતી ફરિયાદીના ઈન્સ્ટાગ્રામ આઈડી પર આરોપીએ પતિ અને દિયરનો વિભત્સ વીડિયો મોકલી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ડિંડોલી પોલીસની સાયબર તપાસમાં મેઈલ આઈડીના આધારે આઈપીડીઆર મેળવી આરોપીનું લોકેશન મથુરા હોવાનું સામે આવ્યું હતું. જેથી ડિંડોલી પોલીસ મથકની ટીમ ત્વરિત મથુરા પહોંચી હતી અને ત્યાંથી આરોપી પ્રવિણ દાલચંદ જુગલકિશોર પ્રજાપતિને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

