સુરતની ડિંડોલી પોલીસે ચાઈનીઝ દોરીનુ વેચાણ ઝડપ્યું
પોલીસે ઉત્તરાયણને લઈ પેટ્રોલિંગ હાથ ધરી
મનીષ મગનલાલ લોહારને ઝડપી કાર્યવાહી હાથ ધરી
સુરતની ડિંડોલી પોલીસે ઉત્તરાયણને લઈ પેટ્રોલિંગ હાથ ધરી ચાઈનીઝ દોરીનુ વેચાણ કરનારને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત, સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-2 ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવિઝન ગોહિલ નાઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ પીઆઈ આરજે ચુડાસમાની ટીમ પીએસઆઈ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોક રણજીતસિંહ અને અપોકો યશપાલસિંહને મળેલી બાતમીના આધારે ડિંડોલી સુમુખ સર્કલ પાસે આવેલ બ્લિચ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી મનીષ મગનલાલ લોહારને ઝડપી પાડી તેની પાસેથી 4 હજાર 800ની કિંમતની ચાઈનીઝ દોરીનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

