Site icon hindtv.in

સુરતના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલેશન મામલે હવે કાનૂની લડત

સુરતના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલેશન મામલે હવે કાનૂની લડત
Spread the love

સુરતના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલેશન મામલે હવે કાનૂની લડત
ગુજરાત હાઇકોર્ટે સુરત મનપાના વકીલને સમન્સ અને નોટિસ ફટકારી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી

સુરતના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલેશન મામલે હવે કાનૂની લડત વધુ તેજ બની હોય તેમ ગુજરાત હાઇકોર્ટે સુરત મનપાના વકીલને સમન્સ અને નોટિસ ફટકારી હોવાની માહિતી સામે આવ્યુ છે.

સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે સુરત મનપાની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને સમન્સ અને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ડિમોલેશન કાર્યવાહી અંગે પહેલાથી જ અનેક સવાલો અને વિવાદો ઊભા થયા હતા. હવે મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા કાનૂની પ્રક્રિયા વધુ ગંભીર બની છે. હાઇકોર્ટના આ પગલાં બાદ સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર ટકેલી છે. તો આ અંગે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Exit mobile version