Site icon hindtv.in

સુરતની કોલેજે નક્કી કરેલી તારીખ પહેલા જ લઇ લીધી પરીક્ષા!

સુરતની કોલેજે નક્કી કરેલી તારીખ પહેલા જ લઇ લીધી પરીક્ષા!
Spread the love

સુરતની કોલેજે નક્કી કરેલી તારીખ પહેલા જ લઇ લીધી પરીક્ષા!
700 વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ
કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી

સુરતની વીએનએસજીયુ કામગીરી ફરી એક વખત આવી વિવાદમાં આવી છે. કોલેજ સંચાલકોની બેદરકારીને કારણે વીએનએસજીયુની પ્રાણ પ્રતિષ્ઠા ફરી ખરડાઈ છે. કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરેલી તારીખ કરતા પહેલાથી પરીક્ષા લઈ લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ અંગે VNSGU ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે , કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરેલી તારીખ કરતા પહેલાથી પરીક્ષા લઈ લેવાયાનું સામે આવ્યું છે. આ મામલે BSC ના છઠ્ઠા સેમેસ્ટરના માઇક્રોબાયોલોજીના 700 વિદ્યાર્થીએ ફરી પરીક્ષા આપવી પડશે. 2 એપ્રિલ ની પરીક્ષા કોલેજે 27 માર્ચે જ લઈ નાખતા વિદ્યાર્થી હેરાન થયા છે. 700 વિદ્યાર્થીઓના હિતમાં 19 એપ્રિલે આ વિષયની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. આવી ગંભીર બેદરકારીને કારણે યુનિવર્સિટી દ્વારા કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવી રહ્યું છે કિમની કોલેજના વિદ્યાર્થીઓ માટે નજીકમાં આવેલ કોસંબાની સાયન્સ કોલેજમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યું છેપરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે.

Exit mobile version