Site icon hindtv.in

સુરતની ચોક બજાર પોલીસે એમડી ડ્રગ્સની હેરાફેરી ઝડપી

સુરતની ચોક બજાર પોલીસે એમડી ડ્રગ્સની હેરાફેરી ઝડપી
Spread the love

સુરતની ચોક બજાર પોલીસે એમડી ડ્રગ્સની હેરાફેરી ઝડપી
પરવેઝ લક્ષ્મીપતી શેખ અને સમીર પટેલને ઝડપ્યા
એમડી ડ્રગ્સનો 67 હજારથી વધુનો જથ્થો મળી આવ્યો

સુરતની ચોક બજાર પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા બેને ઝડપી પાડી ડ્રગ્સ સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ એમકે રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાહુલભાઈ અને સંજયસિંહને મળેલી બાતમીના આધારે વેડ દરવાજા ખાતેથી પસાર થતા પરવેઝ લક્ષ્મીપતી શેખ અને સમીર પટેલને ઝડપી પાડી તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી એમડી ડ્રગ્સનો 67 હજારથી વધુનો જથ્થો મળી આવતા પોલીસે તેઓ પાસેથી ડ્રગ્સ સાથે મોપેડ, મોબાઈલ સહિત 1 લાખ 42 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version