Site icon hindtv.in

સુરતની ચોક બજાર પોલીસે મારામારીના ગુનામાં આરોપીને ઝડપ્યો

સુરતની ચોક બજાર પોલીસે મારામારીના ગુનામાં આરોપીને ઝડપ્યો
Spread the love

સુરતની ચોક બજાર પોલીસે મારામારીના ગુનામાં આરોપીને ઝડપ્યો
માથાભારે આરોપીઓ નાસીર સંધવાણી અને સમીર સંધવાણીને ઝડપ્યા

સુરતની ચોક બજાર પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ ગત 5 મેના રોજ ચોક બજાર પોલીસ મથકની હદમાં ફરિયાદીને જાહેરમાં માર મારી વિડીયો બનાવનાર માથાભારે આરોપીઓનો વિડીયો વાયરલ થતા તાત્કાલિક ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી હતી. પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડીયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે અહેકો રાહુલભાઈ, મહાવિરસિંહ અને રાજેશભાઈને મળેલી બાતમીના આધારે માથાભારે આરોપીઓ નાસીર સંધવાણી અને સમીર સંધવાણીને ઝડપી પાડી તેઓને કાયદાનુ ભાન કરાવી સળીયા પાછળ ધકેલી દીધા હતાં

Exit mobile version