સુરતની ભેસ્તાન પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપ્યા
મુકેશ તુકારામ બિરાડે અને અફઝલ ફિરોજ શેખને ઝડપી પાડ્યા
ગાંજાનો જથ્થો અને રોકડા સહિત 96 હજારથી વધુની મત્તા કબ્જે કરી
સુરતની ભેસ્તાન પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી હજ્જારોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ભેસ્તાન પોલીસ મથકના પી.આઈ કે.પી.ગામેતા તથા સેકન્ડ પી.આઈ. જે.એમ.સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ બી.જી.યાદવની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈએ ભેસ્તાન રેલ્વે સ્ટેશનથી સિલ્વર નગર ચાર રસ્તા થઈ ગોલ્ડન આવાસ જતા રોડ પરથી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓ જેમાં મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લાના ધરણગાવ તાલુકના પાલધી થાનાના મુકેશતુકારામ બિરાડે અને મહારાષ્ટ્ર જલગાંવના ભવાની પલાડના અફઝલ ફિરોજ શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિત 96 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

