સુરતની ભેસ્તાન પોલીસે ‘રક્તદાન એ જ મહાદાન’ના સૂત્ર સાથે રક્તદાન કેમ્પ યોજ્યો
ભેસ્તાન પોલીસ મથક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું
થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
શ્રીજી ઉત્સવ દરમિયાન કોમી એકતા જળવાઈ રહે તે માટે અનોખી પહેલ
સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા રક્તદાન એજ મહાદાનના સુત્ર સાથે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ હતું. ત્યારે આગામી શ્રીજી ઉત્સવ દરમિયાન કોમી એકતા જળવાઈ રહે તે માટે ભેસ્તાન પોલીસ મથક ખાતે દરેક દત્તક લિધેલ થેલેસેમિયાગ્રસ્ત બળકો માટે આ રક્તદાન શિબિરનુ આયોજન કરાયુ હતું.
સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ માં આવતા ડીસીપી ઝોન 6 રાજેશ પરમારની આગેવાનીમાં ભેસ્તાન પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ હતું. આગામી 14 સપ્ટેમ્બરથી આવી રહેલ શ્રીજી ઉત્સવને લઈ અને ખાસ કરીને હિન્દુ મુસ્લિમ એકતા કાયમ થાય તે માટે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા રક્તદાન કર્યુ હતું. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એજ મહાદાનના સુત્રને સાર્થક કર્યુ હતું.

