Site icon hindtv.in

સુરતના ભરવાડ નગર હાલ વિવાદના કેન્દ્રમાં

સુરતના  ભરવાડ નગર હાલ વિવાદના કેન્દ્રમાં
Spread the love

સુરતના ભરવાડ નગર હાલ વિવાદના કેન્દ્રમાં
ભરવાડ સમાજના આગેવાનો કમિશનરને આવેદન પત્ર આપ્યું
ભરવાડ સમાજના લોકોએ ગેરકાયદેસર કાર્યવાહીનો આક્ષેપો કર્યા

સુરતના લિંબાયત ઝોનના દબાણ ખાતાના સેનેટરી ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ ભરવાડ સમાજ દ્વારા ડિંડોલી પોલીસ મથકે પહોંચી કાર્યવાહીની માંગ કરાઈ હતી.

સુરત શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલું ભરવાડ નગર હાલમાં વિવાદના કેન્દ્રમાં છે. સુરત મહાનગર પાલિકાની દબાણ ટીમ દ્વારા ગેરકાયદેસર પશુઓ ઉચકવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરાયા હતા જેથી આ કાર્યવાહી સામે ભરવાડ સમાજના આગેવાનોએ સુરત પોલીસ કમિશનરને લખિત આવેદન આપ્યું હતું. સાથે તેમણે મહાનગર પાલિકાની દબાણ વિભાગ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અને આક્ષેપ કરતા કહ્યુ હતુ કે કાર્યવાહી દરમિયાન મહિલા કોન્સ્ટેબલ કે કોઈ મહિલા કર્મચારી હાજર ન હોવા છતાં સેનિટરી ઈન્સ્પેક્ટર પ્રદીપ વાઘેલા દ્વારા એક મહિલાનો હાથ પકડીને જબરદસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેનો સમાજના લોકોએ કડક વિરોધ કર્યો હતો. તો વિરોધ બાદ અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતાં. પરંતુ ડીંડોલી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધ કરી નહોતીઆ મામલે ભરવાડ સમાજના લોકોએ ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. તો ઘટનાને પગલે પ્રશાસન અને સમાજ વચ્ચે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે.

Exit mobile version