Site icon hindtv.in

સુરતની અમરોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપ્યા

સુરતની અમરોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપ્યા
Spread the love

સુરતની અમરોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપ્યા
ઈશ્વર વાઘાણી, આદિત્ય બરડ અને રાજેશ રાઉતને ઝડપી પાડ્યો

સુરતની અમરોલી પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિસનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ ઝાલા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યારે એએસઆઈ મહાવીરસિંહને મળેલી બાતમીના આધારે રીક્ષામાં લઈ જવાતા 8 લાખથી વધુની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઈશ્વર વાઘાણી, આદિત્ય બરડ અને રાજેશ રાઉતને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજા સાથે રીક્ષા મળી 8 લાખ 81 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Exit mobile version