Site icon hindtv.in

સુરતની અમરોલી પોલીસે રોમિયોને ઝડપ્યો

સુરતની અમરોલી પોલીસે રોમિયોને ઝડપ્યો
Spread the love

સુરતની અમરોલી પોલીસે રોમિયોને ઝડપ્યો
ક્રોસ રોડ પર વિદ્યાર્થીનીનો પીછો કરી સતામણી કરતો હતો રોમિયો
આરોપી વિકી દિપક રાઠોડને ઝડપી પાડયો

સુરતની અમરોલી પોલીસે અમરોલી ક્રોસ રોડ પર વિદ્યાર્થીનીનો પીછો કરી સતામણી કરનાર આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયુ હતું કે અમરોલી ક્રોસ રોડ ખાતે ટ્યુશન ક્લાસીસથી ઘરે જતી 14 વર્ષીય વિદ્યાર્થીનીનો પીછો કરી તેની સતામણી કરાઈ છે. જેથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટીયાની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમે પીએસઆઈ આરઆર જોગરાણાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી અહેકો કિશનભાઈ અને અપોકો હરેશભાઈએ ત્વરિત બાતમીના આધારે આરોપી વિકી દિપક રાઠોડને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version