સુરતની અમરોલી પોલીસે ડુપ્લીકેટ ડીઝલ પકડ્યું
અંજની કેનાલ પાસે ગેરકાયદે પેટ્રોલ પંપ ઉભુ કરાયું
ઓછી ગુણવત્તાવાળુ ડીઝલ વેચનાર બેને ઝડપી પાડ્યા
સુરતની અમરોલી પોલીસે અંજની કેનાલ પાસે ગેરકાયદે પેટ્રોલ પંપ ઉભુ કરી સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળુ ડીઝલ વેચનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ જેજી કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાકેશભાઈ તથા રાજભાઈને મળેલી બાતમીના આધારે અમરોલી વેલંજા રોડ પર અંજની ઈન્ડસ્ટ્રીઝ કેનાલ પાસે ગેરકાયદેસર રીતે પેટ્રોલ પંપ ઉભુ કરી સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળુ ડીઝલનુ વેચાણ કરનાર ભરત કલાલ કેરાસીયા અને મહેશ દિયાલ ખીસડીયાને ઝડપી પાડી તેઓ પાસેથી અશોક લેલેન્ડ ટેન્કર, ટાટા ટેન્કર, 800 લીટર ડીઝલ, મોબાઈલ સહિત 22 લાખ 69 હજારથી વધુની મત્તા કબ્જે કરી દિનેશ કાતરીયા અને અશોક કુવાડીયાને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

