Site icon hindtv.in

સુરતની અમરોલી પોલીસે અકસમાત મૌતમાં હત્યાના આરોપીને પકડ્યો

સુરતની અમરોલી પોલીસે અકસમાત મૌતમાં હત્યાના આરોપીને પકડ્યો
Spread the love

સુરતની અમરોલી પોલીસે અકસમાત મૌતમાં હત્યાના આરોપીને પકડ્યો
ઓવર બ્રિજ નીચે થયેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલા હત્યારાને પકડ્યો
રમેશ ઉર્ફે પાયલોટ પારસિંગ ગરાસીયાને અમરેલીના બગસરા ખાતેથી પકડ્યો

સુરતની અમરોલી પોલીસે ઓવર બ્રિજ નીચે થયેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલા હત્યારાને અમરેલીના બગસરાથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. મોબાઈલ જેવી વાતએ થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

સુરતના અમરોલી વિસ્તારમાંથી ગત 15 મી મેના રોજ અમરોલી બ્રિજ નીચેથી હિરાલાલ ગરાસીયાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટીયાની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમે પીએસઆઈ જેજી કામળીયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી જેમાં અહેકો રાકેશભાઈ, રાજભાઈ અને અપોકો તેજશકુમારને મળેલી બાતમીના આધારે હિરાલાલ ગરાસીયાની હત્યામાં સંડોવાયેલા હત્યારા એવા રમેશ ઉર્ફે પાયલોટ પારસિંગ ગરાસીયાને અમરેલીના બગસરા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. તો આ હત્યા ફોન જોવા જેવી નજીવી બાબતે કરાય હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું.

Exit mobile version