સુરત : ઉનમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો
ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થતાં બે જૂથ સામ સામે આવ્યા,
5 વ્યક્તિને ઈજા, 30 લોકોની અટકાયત
સુરતના ઉન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે મુસ્લિમ સમાજના બે જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો જેને લઈ પોલીસે દોડી જઈ ગુનો નોંધી બન્ને જુથોના લોકોની અટકાયત કરી હતી.
સુરતના ઉન વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી. વાત એમ છે કે ઉનના મોહમ્મદી નગરમાં રહેતા મુસ્લિમ સમાજના બે જુથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. મોહમ્મદ સાહેબને માનનારાઓ અને સકીલ બિન હનીફને માનનારાઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ બન્ને જુથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કરાતા પોલીસ દોડી ગઈ હતી. અને પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી બન્ને જુથોના 17 જેટલા લોકોની ધરપકડ કરી હતી.
