Site icon hindtv.in

સુરત મહિલા પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ

સુરત મહિલા પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ
Spread the love

સુરત મહિલા પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ
મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે અનોખી પહેલ
કોપ કલા દીર્ધા તાલીમ કેમ્પનુ આયોજન કરાયુ

સુરત મહિલા પોલીસ દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે અનોખી પહેલ શરૂ કરાઈ છે જેમાં કોપ કલા દીર્ધા તાલીમ કેમ્પનુ આયોજન કરાયુ હતું. જેને સુરત પોલીસ કમિશનરે ખુલ્લુ મુક્યુ હતું.

સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશન સેકટર 2 દ્વારા જરૂરિયાત મંદ મહિલાઓને આર્થિક રીતે મજબુત કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. જે માટે કોપ કલા દીર્ધા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા ખુલ્લા મુકાયેલા આ કેમ્પમાં મહિલાઓને વિનામૂલ્યે અલગ અલગ આર્ટ અને ક્રાફટ બાબતે તાલીમ આપવામાં આવશે. જેમાં શહેરની અલગ અલગ સંસ્થા તેમજ આર્ટિસ્ટ દ્વારા 227 મહિલાઓને તાલીમ અપાશે. 15 આર્ટિસ્ટ તેમજ નિષ્ણાતો આ તમામ મહિલાઓ નિઃશુલ્ક તાલીમ મેળવ્યા બાદ પોતાની પ્રોડક્ટ વેચાણ કરી શકે તે માટે ફ્રીમાં સ્ટોલ મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો આ પ્રસંગે ઉદ્ઘાટન સમયે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version