સુરત : 31 ઓગસ્ટે અમદાવાદમાં વોટર અધિકારી યાત્રા
જનસભામાં સુરતથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહેશે હાજર
કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી
આગામી 31મી ઓગષ્ટ શનિવારના રોજ અમદાવાદ ખાતે આયોજિત વોટર અધિકાર જનસભામાં સુરતથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડશે તેમ સુરત કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુ હતું.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યુ હતું કે વોટ યોર ગદ્દી છોડ ના મુદ્દા સાથે સતત લોકજાગૃતિ ફેલાવી રહેલી કોંગ્રેસ પાર્ટીએ 31મીના રોજ અમદાવાદ ખાતે વોટર અધિકાર જનસભાનું આયોજન કર્યું છે જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે. આ અંગે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરી નાષડયંત્ર સામે જનતા રસ્તા ઉપર ઊતરી આવી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જિલ્લે જિલ્લે આયોજિત મશાલ રેલી અને ધરણાં કાર્યક્રમમાં પણ લોકો આક્રોશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતાં. તો આગામી 31 ઓગષ્ટના રોજ એઆઈસીસીના મહાસચિવ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી અને પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં વોટ ચોર, ગદ્દી છોડ જનસભાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. લોકશાહી બચાવવાની અને વોટ ચોરોને ખુલ્લા પાડવાની આ લડાઈમાં મોટી લોકોને આ જનસભામાં જોડાવવા અપિલ કરાઈ છે તો સુરતથી પણ મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જનસભામાં જોડાશે તેમ કહ્યુ હતું.

