Site icon hindtv.in

સુરત : પ્રથમ 10 આવેલા તાજીયાઓનું સન્માન કરાયુ

સુરત : પ્રથમ 10 આવેલા તાજીયાઓનું સન્માન કરાયુ
Spread the love

સુરત : પ્રથમ 10 આવેલા તાજીયાઓનું સન્માન કરાયુ
સુરતમાં રવિવારે તાજીયા જુલુસ નીકળી હતી
ભાગળ ચાર રસ્તા ખાતે કોમી એકતા જોવા મળી

સુરતમાં રવિવારે તાજીયા જુલુસ નિકળ્યુ હતું. સુરતના ઝાંપા બજારથી શરૂ થયેલા તાજીયા જુલુસનુ ભાગળ ખાતે સી.આર. પાટીલ, મેયર, પોલીસ કમિશનર સહિતનાઓ દ્વારા સ્વાગત કરી પ્રથમ 10 આવેલા તાજીયાઓનું સન્માન કરાયુ હતું.

મુસ્લિમ બિરાદરોએ મોહર્રમ પર્વને લઈ રવિવાર છઠ્ઠી જુલાઈના રોજ તાજિયાઓનુ જુલુસ કાઢ્યુ હતું. ત્યારે સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે કોમી એકતા જોવા મળી હતી. જેમાં સુરતના મહાનુભાવો જેમ કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, માજી મેયર કદીર પીરજાદા, ભાજપા ના પ્રમુખ પરેશ પટેલ, ધારાસભ્યો, સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેલોત અને તાજીયા કમિટીના સભ્યો એક સાથે જોવા મળ્યા હતાં. તો તાજીયા કમિટી દ્વારા મહાનુભવોના હસ્તે સૌથી શ્રેષ્ઠ આકૃતિ વાળા તાજીયાઓને ટ્રોફી પણ અપાય હતી.

Exit mobile version