Site icon hindtv.in

સુરત : ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો ઝડપાયો

સુરત : ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો ઝડપાયો
Spread the love

સુરત : ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો ઝડપાયો
ગેસ રિફિલિંગ કરનારો ઝડપાયો લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો
45 નંગ ગેસના બોટલો સહિત 1લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
અમરોલીની શ્રીરામનગર સોસાટીમાં દુકાન ચલાવતો હતો

સુરતમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરનારાઓ સામે પોલીસ વારંવાર કાર્યવાહી કરે છે ત્યારે અમરોલી પોલીસે ગેરકાયદે ગેસ રીફીલીંગ કરનારાઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત શહેર અમરોલી પોલીસે ગેર કાયદેસર ગેસ રીફીલીંગ કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી રવીન્દ્રસિંહ માનસિંહ કુશ્વાહ પાસેથી 45 નંગ ગેસના બોટલો સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ગેર કાયદેસર રીતે ગેસ રીફીલીંગની પ્રવૃતી કરી લોકોની જાનમાલને નુકશાન થાય તેવુ કૃત્ય કરતો હતો. અમરોલીની શ્રીરામનગર સોસાટીમાં એક દુકાનમા ઈલેકટ્રીક આઈટમ વેચાણની આડમાં રવીન્દ્રસિંહ કુશ્વાહ ગેર કાયદેસર રીતે ગેસ રીફીલીંગની પ્રવૃતી કરતો હતો. હાલ તો અમરોલી પોલીસે દરોડા પાડી ગેરકાયદેસર ચાલતા ગેસ રીફીલિંગ પ્રવુતીને ધઝડપી પાડી આરોપી રવીન્દ્રસિંહ માનસિંહ કુશ્વાહાની ધરપકડ કરી તેની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version