Site icon hindtv.in

સુરત : વીએચપી ‘વિધર્મી મુક્ત નવરાત્રી’ની અપીલ અને અલ્ટીમેટમ

સુરત : વીએચપી ‘વિધર્મી મુક્ત નવરાત્રી’ની અપીલ અને અલ્ટીમેટમ
Spread the love

સુરત : વીએચપી ‘વિધર્મી મુક્ત નવરાત્રી’ની અપીલ અને અલ્ટીમેટમ
બિન-હિન્દુ કલાકારો અને બેન્ડને નવરાત્રીના આયોજનોથી દૂર રાખો
ચેતવણીનું પાલન નહીં થાય તો ઉગ્ર વિરોધ અને બહિષ્કારની ધમકી

નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નવરાત્રી આયોજકોને વીએચપી દ્વારા ચેતવણી અપાઈ છે અને નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ સાથે કામ પણ ન આપવા ચેતવણી આપવામાં આવી છે.

સુરતમાં નવરાત્રી આયોજકોને વીએચપી દ્વારા ચેતવણી અપાઈ છે. નવરાત્રીમાં વિધર્મીઓને લઈ અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે. નવરાત્રી આયોજકો વિધર્મીઓને કામ આપશે તો વિરોધ કરાશે તેમ કહ્યુ હતું. મોટા નવરાત્રિ આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ પ્રતિબંધની માંગ કરાઈ છે. અને હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓ લવ જેહાદમાં ફસાવાનું ષડયંત્ર કરતા હોવાના આક્ષેપો કરાયા હતાં. સુરતમાં અનેક મોટા આયોજકોમાં વિધર્મીઓના બેન્ડને કામ આપવામાં આવ્યું છે. સુવર્ણ નવરાત્રી, સરસાણા ગામમાં યોજાયેલ નવરાત્રી જેવા આયોજકો વિધર્મીઓને જ કામ આપી રહ્યા છે. આયોજકોને અત્યારથી ધમકી ભરી ચેતવણી અપાઈ છે. અને વિદ્યાર્થીઓના પ્રવેશ કે કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવ્યું હશે તો આયોજન સ્થળ પર જઈને વિરોધ કરાશે. અને કહ્યુ હતુ કે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો પોલીસને સાથે રાખી આયોજન સ્થળ પર પહોંચી રામધુન સાથે સમગ્ર કાર્યક્રમનો વિરોધ કરશે.

Exit mobile version